મહેન્દ્ર સિંહ ધોનીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, આ તસવીરમાં તે એક પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજકાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. એમએસ ધોનીની ઘણી તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હવે એમએસ ધોનીની વધુ એક તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરમાં એમએસ ધોની એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે.ખરેખર, આ તસવીરમાં ધોની પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેરેલો જોવા મળી રહ્યો છે. ધોનીનો આ નવો લુક જોઈને તમામ ફેન્સ આશ્ચર્યમાં પડી ગયા છે. ચાહકોનું કહેવું છે કે હવે ધોની ક્રિકેટ છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મૂકી રહ્યો છે.
વાસ્તવમાં ધોનીને ભારતીય સેનાની પેરા ફોર્સમાં લેફ્ટિનેન્ટ કર્નલનો માનદ રેન્ક આપવામાં આવ્યો છે. તેમણે ટ્રેનિંગ દરમિયાન સૈનિકો સાથે કાશ્મીરમાં પણ સમય વિતાવ્યો છે. હવે મહેન્દ્ર સિંહ ધોનીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, આ તસવીરમાં તે પોલીસમેનના રોલમાં જોવા મળી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે જણાવવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ એક જાહેરાત માટે પોલીસની આ વર્દી પહેરી છે.
MS Dhoni as a police officer in an ad. pic.twitter.com/nleS9DR8bh
— Johns. (@CricCrazyJohns) February 2, 2023