બટાકાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, કારણ કે તેને લગભગ તમામ શાકભાજી સાથે મિક્સ કરીને રાંધી શકાય છે. બટાટાનો ઉપયોગ ટેસ્ટી વાનગીઓ બનાવવા માટે પણ થાય છે, જેમાં સમોસા અને બ્રેડ પકોડા જેવા જંક ફૂડનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો બટાકા ખાધા વગર રહી શકતા નથી, ખાસ કરીને બટાકાના પરાઠા નાસ્તામાં ફિક્સ કરવામાં આવે છે, પરંતુ તમારે જાણવું જોઈએ કે વધુ બટાકાનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે.
બટેટા ખાવાથી શરીરને સ્ટાર્ચ મળે છે, જેનાથી શરીરને એનર્જી મળે છે, પરંતુ જો તમે એક લિમિટ કરતા વધારે બટેટાનું સેવન કરો છો તો તેનાથી એલર્જીનો ખતરો પણ રહે છે.
બટેટાનો સ્વાદ ભલે તમને આકર્ષિત કરે, પરંતુ તેનાથી વધુ ન ખાવું જોઈએ, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી આર્થરાઈટિસનો દુખાવો વધી શકે છે.
વધારે બટાકા ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે અને જો તમે આ નિયમિત રીતે કરશો તો તેનાથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. તમે નોંધ્યું હશે કે ડાયાબિટીસના દર્દીઓ બટાકાથી દૂર રહે છે.
જે લોકો વધુ પડતા બટાકા, ચરબી ખાય છે તેમના પેટ અને કમરની આસપાસ ચરબી વધવા લાગે છે, જેના કારણે તમારા વજન અને એકંદર આકારમાં ફેરફાર થાય છે. જે લોકો વજન ઘટાડી રહ્યા છે તેઓ આ શાકભાજીને ડાયટમાં સામેલ નથી કરતા.
જો તમે નિશ્ચિત માત્રાથી વધુ બટાકા ખાશો તો ધીમે ધીમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થશે, જે આગળ જતાં હૃદયની બીમારીઓનું કારણ બની શકે છે.